Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Romance

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

મારી પ્રેમની મૌસમ તું

મારી પ્રેમની મૌસમ તું

1 min
373


ચાતક બની તરસ્યા કરું હું,

મેઘ બની વરસ્યા કર તું,

અષાઢ બની ધોધમાર વરસી જા,

આમ શ્રાવણની જેમ ઝરમર ઝરમરના વરસ તું,


તું છે મારા જીવનનો આધાર,

આમ ના કર મને નિરાધાર ,

મારી ભીતર તું, મારી બહાર તું,

મારી જિંદગીનો પર્યાય તું,


ખુદથી પણ વધારે ચાહું તને,

ભીતર ભંડારેલી વેદનાને,

શબ્દોમાં વ્યક્ત કરી દે તું,


પરાયા પાસે આમ નાહક ફરિયાદ ના કર તું,

મારા વર્તુળ સમ જીવનનો વ્યાસ તું,

મારી દિલની પાસ તું, મારા માટે ખાસ તું,


મારા અણુ એ અણુમાં તારો વાસ,

આમ દૂર રહી ના આપ મને ત્રાસ,

તને મળવાની સદા આશ,

તું છે મારી પ્યાસ,


મારી જિંદગી એટલે છે ખાસ,

ના કર આમ પરાયા પર આંધળો વિશ્વાસ, 

તું જ મારો શ્વાસ, તું જ મારો વિશ્વાસ,


ના કર મારા પર અવિશ્વાસ,

મારી જીવન નૈયાનો પતવાર તું,

મારા હૈયાનો હકદાર તું,


મારા સુખ દુઃખનો હિસ્સેદાર તું,

તોડી ગલતફહેમીથી રિશતો,

કરી લે તું મારી સાથે યારી,

કર રૂબરૂ આવવાની તૈયારી,


મારી હર એક ક્ષણ તારા પર વારી,

મારી ખુશીઓનો આધાર તું,

મારી જિંદગીનો પર્યાય તું,

મારી ભીતર તું, મારી બહાર તું,

હું દેખું જ્યાંસર્વત્ર તું હી તું,


મારી જીવન આકાશમાં ઝળહળતો સૂર્ય તું,

મારી જીવન ડગરનો હમસફર તું,

મારા જીવનનો આધારસ્તંભ તું

મારા પ્રેમની મૌસમ તું,

સતત વરસતી પ્રેમની વર્ષા તું,


મારી જીવન બગીયાનો તું માળી,

તારા વગર મારી જિંદગી ખાલી,

તું બની આવી જા ખ્યાલ,

કરી દે મારી જિંદગી ન્યાલ ,

તું કરી દે નવી શરૂઆત ચાલ,

બતાવી દે તારા દિલના હાલ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance