આવી વસંત આવી
આવી વસંત આવી


આવી આવી વસંત આવી,
પ્રિત્યુના સંદેશા લાવી.
ભમરાનું ગૂન્જન એ લાવી,
કોયલનો ટહૂકો એ લાવી,
ફૂલોની એ ખુશ્બૂ લાવી,
મ્હેકી મ્હેકી ઋતુ લાવી.
કેસૂડામાં જાતો ઘોળી,
લાગે કેવી ભોળી ભોળી,
ગરમાળામાં થઇને પીળી,
જોને નવલાં રંગો લાવી.
સાફા પ્હેરી ફૂલો કેરા,
ડાળે ડાળી દિલ થ્યા ભેળા,
મ્હેક મ્હેક થઇ મંજરી ગાતી,
સુની સુની ડાળ સજાવી.
સુની સૌ આખોમાં આવી,
ઝૂકીને પાખોમા આવી,
ખુલ્લી થઇ બાહોમાં આવી,
પ્રિત્યુ કેરા ફાગો લાવી.
ઘાટીને ગુફામાં આવી,
મ્હેલોને કૂબામાં આવી,
ફાટીને કમખામાં આવી,
સાડીના છેડામાં આવી.
રણની રેતે રાજી થાતી,
વનવગડામા ખુલ્લી થાતી.
મૃગલાની આખોમાં તાગી,
સાવજની ગર્જનામાં આવી.
ડાળે ડાળે ડુંગર ડુંગર,
વાડે વાડે મનને ખેતર.
ઉરમાં તાજા લોહી લાવી,
તાજા શ્વાસો થઇને આવી.
વાતો તારી ફૂલો જેવી,
કેવી અંગે અંગે ફાલી,
શ્વાસોની સૌ ડાળી ડાળી,
યાદોની વનરાજી લાવી.
સૃષ્ટિના ફાગોમાં ગાતી,
સૌના એ રાગોમાં ગાતી,
માદકતા એ કેવી લાવી,
નવલા જીવન ગાતી લાવી.
આવી આવી વસંત આવી,
પ્રિત્યુના સંદેશા લાવી.