STORYMIRROR

Drsatyam Barot

Inspirational Others

3  

Drsatyam Barot

Inspirational Others

પ્રેમ આપવાથી

પ્રેમ આપવાથી

1 min
23.3K


પ્રેમ તો આપવાથી વધુ કંઈ નહીં,

દર્દ તો પામવાથી વધુ કંઈ નહીં.


શંકા તો તાજવાથી વધુ કંઈ નહીં,

ઇશ્વર તો ચાહવાથી વધુ કંઈ નહીં.


ઇર્ષા તો બાળવાથી વધુ કંઈ નહીં.

વેર તો વાળવાથી વધુ કંઈ નહીં.


જિંદગી માણવાથી વધુ કંઈ નહીં,

રાજને ખોલવાથી વધુ કંઈ નહીં.


પ્રેમમાં વાત જો થાય ના એમની,

હોઠ ફફડાવવાથી વધુ કંઈ નહીં.


દીધેલાં એ વચન સૌ ટૂટી જાય તો,

બોલ તો બોલવાથી વધુ કંઈ નહીં.


લાગણી, દર્દને પ્રેમ ના હોય જો,

શબ્દ તો લખવાથી વધુ કંઈ નહીં.


આપણે માણસ છીએ એવી જાતનાં,

સ્વાર્થને સાધવાથી વધુ કંઈ નહીં.


માનવી ભાનમાં હોય તો ઠીક છે,

માનવી માનવાથી વધુ કંઈ નહીં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational