વરસાદ મહેસાણામાં
વરસાદ મહેસાણામાં


કેટલાય દિવસથી તરસ્યો છે વરસાદ મહેસાણામાં,
મન ભરીને આજ વરસ્યો છે વરસાદ મહેસાણામાં.
એવું નથી પ્રેમની મૌસમ ખીલી શકી ન હતી અહીં,
વિયોગની વેળાએ વરસ્યો છે વરસાદ મહેસાણામાં.
સૂકું હતું ખારી નદીનું તળિયું, ને સૂકું નીલકંઠ તળાવ,
સૂકું ગળું ભીંજવવા વરસ્યો છે વરસાદ મહેસાણામાં.
વિચારમાં હતી પ્રજા, આ ગરમીના વધતા બફરામાં,
ઉમંગ વેળાઓ કાજે વરસ્યો છે વરસાદ મહેસાણામાં.
ધોધમાર વરસવાની અગાહીઓ ના બંધનો તોડીને,
સાવ ઝરમર ઝરમર વરસ્યો છે વરસાદ મહેસાણામાં.