ચાલ ને જીવી લઇએ
ચાલ ને જીવી લઇએ
1 min
453
ચાલને જીવી લઈએ
થોડી મજા માણી લઈએ
થોડી આશા પૂરી કરી લઈએ,
ચાલને જીવી લઈએ
થોડું શીખી લઈએ
થોડું શિખવાડી દઈએ,
ચાલને જીવી લઈએ
થોડી ક્ષણો કોઈ સાથે વિતાવી લઈએ
થોડી ક્ષણો કોઈ માટે કાઢી લઈએ,
ચાલને જીવી લઈએ
થોડું જતું કરી દઈએ
થોડું હસી લઈએ,
ચાલને જીવી લઈએ
થોડું પરિવાર સાથે હળી મળીને રહી લઈએ
થોડો પરિવારનો પાયો બની જઈએ,
ચાલને થોડું જીવી લઈએ
થોડું જીવન જીવાડી દઈએ
થોડી જીવન જીવનરૂપી જ્યોત જગાવી જોઈએ.