STORYMIRROR

Ravi Gohel RJ Ravi

Inspirational

4  

Ravi Gohel RJ Ravi

Inspirational

એ એક વૃધ્ધ છે - પિતા

એ એક વૃધ્ધ છે - પિતા

1 min
27.5K


પરિવારનો પડછાયો કહો કે, કહો મકાનનો મોભી,

એ પણ અંદર અંદર બળે છે જેમ આગ હોય મોટી...

તમે યુવાન થઈને થાકો છો - એનાથી દુર ભાગો છો,

વાંક એનો કાંઈ નથી માત્ર શરીર ઊંમર બતાવે છે...

કે, એ એક વૃધ્ધ છે...

તમને લાગે છે એ વૃધ્ધ છે, બહું અબુધ્ધ છે,

એ બધું જાણે છે, ફક્ત નજરથી ખેલ માણે છે.

તમે સુખી રહો છો ત્યારે તેને સર્વસ્વ સુખ લાગે છે,

પિતા બની પરમેશ્વરની ધૂપ-છાંવ જેમ રાખે છે.

છતાં તમને લાગે છે - કે, એ એક વૃધ્ધ છે...

પપ્પામાંથી ડેડી બોલવા લાગ્યાં - યુવાન બની ધમકાવવા લાગ્યાં,

એને હસતો ચહેરો તમારો જોવો છે પણ તમે દુર ભાગવા લાગ્યા.

તમને ગામમાં તેનાં નામમાં શરમ આવે છે, કેમકે તમે ઓફિસે જવા લાગ્યાં,

મેલા કપડે દિવસ રાત સંભાળ્યા તમને, છેલ્લે તમે મુકીને ચાલવા લાગ્યાં.

તેનો વાંક તો એટલો જ કે, - એ એક વૃધ્ધ છે...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational