STORYMIRROR

Ravi Gohel RJ Ravi

Others

3  

Ravi Gohel RJ Ravi

Others

ફક્ત એક અનુભવ

ફક્ત એક અનુભવ

1 min
532

શબ્દની પડખે શબ્દની જરૂર હોય છે,

અનુભવી બનવા અનુભવની જરૂર હોય છે.

                                                                    

ક્યારેક અનુભવ કડવા લાગે,

કે કરેલા ગળચ્યાં પછી શર્કરાની જરૂર હોય છે.


જિંદગીમાં એમ અનુભવ ન થાય સારા,

મીઠું મધ બનવા પણ મધમાખીની જરૂર હોય છે.


હદ બહારના હદ, અંકુશ નહીં ફાવે મને;

અનુભવી બનવા ફક્ત અનુભવની જરૂર હોય છે.


મંદિરને જેલખાનું સંબોધન થોડું અપાય !

મંદિરને મંદિર કહેવા અંદર ભગવાનની જરૂર હોય છે.


અત્યારે તમે જે લલિત સાહિત્ય વાંચી રહ્યા છો,

એ સર્જન માટે કવિને; ઊંડા દ્રષ્ટિકોણની જરૂર હોય છે.


એમ, નામ આગળ ‘મિસ્ટર’ લાગે તો પણ નકામું,

મિસ્ટરને મહોબ્બત માટે ‘મિસિસ’ની જરૂર હોય છે.


અનુભવની ચોપડી વહેંચો છો કે અનુભવની ચોપડી લખો છો ?

કોઈ અનુભવમાં વેડફાઈ જવા દિલમાં વાવાઝોડાની જરૂર હોય છે.


ભવ-ભવ જેવો થાય એને અનુભવ કહેવાય,

આ દુનિયામાં બધાને વૈભવ થાય એવા જ અનુભવની જરૂર હોય છે.


તમારી સાથે સંબંધોનો વેપાર-ધંધો બરાબર ચાલે છે,

પણ સંબંધમાં વેણ જીલવા,

હદયમાં’ય વેન્ટિલેશનની જરૂર હોય છે.


હા, આપણી સાથે ઘાલમેલ થાય,

પીઠ પાછળ કાવતરા થાય,

કોઈ લટકો દેખાડીને ભાગી જાય,

લપસિંદર જેવી વાત થાય.


ક્યારેક ખોટું લફરું થાય,

અનુભવમાં કોઈની લત લાગી જાય,

અને લાલચમાં લંગોટી’ય જાય

અનુભવમાં આવું ઘણું હોય છે.


પણ જીંદગીમાં લોઢાના ઓજાર જેવું બનવા,

ફક્ત એક અનુભવની જરૂર હોય છે.


શબ્દની પડખે શબ્દની જરૂર હોય છે,

અનુભવી બનવા અનુભવની જરૂર હોય છે.


Rate this content
Log in