ઈશ્વર, તું ક્યાં દેખાય છે
ઈશ્વર, તું ક્યાં દેખાય છે
ઈશ્વર, તું ક્યાં દેખાય છે આસમાને,
કે તું કદી મળતો પણ નથી સામે.
છતાં લોકો તને માને છે, ધનપાલ !
એવા તો એક નહીં અનેક ગામે.
શું ખબર બંનેમાંથી નિજાનંદ કોને ?
હું નિરીશ્વર, તું છે ઈશ્વર
તું મારા સહારે – હું તારા આધારે.
અગરમાં તું મીઠું પકાવે
પવનથી તું ઝાડ હલાવે
કાં તું દર્શન દે, કાં તું સામે આવ.
શરીરમાં તે કોઠો રચ્યો,
પછી કોગળો અને કોળીયો બનાવ્યો,
એ પછી બનાવ્યું, કૈવલ્ય તારું સ્થાન.
આવ ! એક મુલાકાત કરીએ,
આકાશે, પાતાળે કે મારા
ઘરે મંદિરના ગોખલે
બેસીને બે વાત કરીએ.
ખૂણીયો હું બનીશ નહીં છતાં,
ખુદાહાફેજ કહેતો જઈશ,
દેખાય જા, નહીંતર ખુતબો તારો નકામો
નકામો સાવ તું ખેતરપાળ.
આમ તું ખૂબીદાર,
તું હરી, તું ઈશ્વર
અને આમ તું છે ખોફ્દાર ખોફ
છતાં કહેવાય તું ઈશ્વર.
