STORYMIRROR

Ravi Gohel RJ Ravi

Comedy Others

4  

Ravi Gohel RJ Ravi

Comedy Others

ચા ઉભરાય ગયો

ચા ઉભરાય ગયો

1 min
542

તપેલીમાં મુકેલો મારો ચા ઉભરાય ગયો,

ઉભરો આવીને નીચે ઢોળાય ગયો.


દૂધ હતું એક વાટકા જેટલું,

અને ‘ચા’ને હતો બહુ છલકાવવાનો શોખ,

સવારમાં ચા એવો ઉભરાઈ ગયો,

‘ચા’નો ચસ્કો પણ નરમ થઇ ગયો.


ઠીક છે કંટાળામાં તું સાથીદાર બને છે,

બધાને હોઠને અડકે એવો નશીબદાર બને છે,

તો હવામાં નહીં ઊડવાનું દોસ્ત,

યાદ કર, હવા તને નફફટ બનાવે છે.


જરા વિચાર તો કર, તું કેટલો ખુશનશીબ છે,

નણંદને કંટાળો આવે તો ઘરવાળી બનાવે છે,

એ પણ કંટાળે તો, તને અંતરથી બનાવે,

આ કવિલોકનો સિતારો હું ખુદ


પણ તને શરમ ન આવે કાં,

તારી નબળાઈ તું જાણી લે દોસ્ત,

જે નઠોર બને એ વસ્તુ નકામી,

નમક પણ નમણ બને છે,

અને તું ઉભરાઈ જાય,

એ તો વાત સાવ નરકાગાર.


મારા પરથી વિચાર, હું ઢોળાઈ જાવ તો ચાલે ?

હું પ્રત્યુત્તર ન આપું તો ચાલે ?

હું તો તને જવાબ આપતો અબોલ કવિ,

મારે તને સમજાવવું પડે !


ફરી ન સમજાવું, એમ પણ ચાલે ?

તારા પર લોકો ફિદા છે,

પણ તારી હદમાં રહીને જીવ,

દોસ્ત ! બહાર ઉભરાઈ નહીં જવાનું


ફજ્જર ફાળકા જેવું નહીં બનવાનું,

હદમાં રહીને હદમાં જીવવાનું,

તપેલીની કિનાર પર અટકી જવાનું,

ફિરદોસની આશ નહીં કરવાની.


ફિયાસ્કો થાય છે અહીં ઉભરાઈ ગયાનો,

ફોરમેન બની જા મારી જેમ,

બધે જ અને ગમે ત્યારે કામ આવે,

તો’ય ચાને ન સમજાણું.   


Rate this content
Log in

Similar gujarati poem from Comedy