સુરજ ધીમાં તપો
સુરજ ધીમાં તપો
મારી ચામડીનો રંગ બદલાય રે... સુરજ ધીમા તપો.
મારી ટાલ ઉપર ફ્રાય બની જાય રે... સુરજ ધીમા તપો.
ગોરી રાધા તો શ્યામ બની જાય રે... સુરજ ધીમા તપો.
કાળો કાન તો અંધારે ન દેખાય રે... સુરજ ધીમા તપો.
પંખાઓ અગન ગોળા થાય રે... સુરજ ધીમા તપો.
નિજ ઘરમાં રંક ઉની લૂ માં ન્હાય રે ...સુરજ ધીમા તપો.
બાળકો મમ્મીના છાયે ચાલ્યા જાય... રે સુરજ ધીમા તપો.
એના પપ્પાઓ કહો ક્યાં જાય રે ? ...સુરજ ધીમા તપો.
મધ્યાહન થાયને લોક મુઝાય રે... સુરજ ધીમા તપો.
જુવે રાહ ક્યારે મેઘો મંડાય રે ...સુરજ ધીમા તપો.