STORYMIRROR

Kalpesh Vyas

Classics Comedy

4.5  

Kalpesh Vyas

Classics Comedy

નર્સરીવાળી યાદ આવે છે

નર્સરીવાળી યાદ આવે છે

1 min
925


એ નર્સરીવાળી જ્યારે યાદ આવી જાય છે

મુખ પર એક મીઠી મુસ્કાન આવી જાય છે

જાણે એ યાદોમાં, મિષ્ઠાન આવી જાય છે


ન તો મને એનું નામ યાદ આવે છે

ન તો મને એનો ચહેરો યાદ આવે છે

આવે છે તો બસ એની યાદ આવે છે


કદાચ મળીશું જીંદગીના એક વળાંક પર

તો એકબીજાને ઓળખી પણ નહી શકીએ

'ને એકબીજાને કંઈ યાદ કરાવી નહી શકીએ


ફેસબુકમાં પ્રી-સ્કુલ માહિતીની અપડેટવાળી

કોઈ સેટિંગ પણ મને મળી નહી

એટલે જ એ ફેસબુક પર પણ મળી નહી


૨-૪ બદામ જ્યારે ખવડાવ્યા ઘરવાળીએ

ત્યારે અચાનક મગજની ટ્યુબલાઈટ થઈ

કે આપણાં જમાનામાં તો નર્સરી જ નહોતી


છતાએ એ નર્સરીવાળી કેમ યાદ આવે છે ?

કેમ યાદ આવે છે?

કેમ યાદ આવે છે?


Rate this content
Log in

Similar gujarati poem from Classics