STORYMIRROR

Kalpesh Vyas

Abstract Fantasy Others

4  

Kalpesh Vyas

Abstract Fantasy Others

આભમાં તારલાં

આભમાં તારલાં

1 min
785

તારલાં આભમાં કેટલાં હોય છે ?

રાતની આંખમાં જેટલાં હોય છે,


ચાંદ તો આભમાં હોય છે એકલો,

તૂટતાં તારલાં એકલાં હોય છે,


આભ જો રાતની ઓઢણી ઓઢતો, 

તારલાં રાતના આભલાં હોય છે,


રાતના આભ જો, અબ્ધિનું રૂપ લે,

અબ્ધિમાં પણ ઘણાં છીપલાં હોય છે,


આભમાં 'કાલ્પનિક' મ્હાલતા મ્હાલતા,

વાસ્તવિક વાતમાં ફાસલા હોય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract