શ્રદ્ધાની વાત છે શ્રાદ્ધ
શ્રદ્ધાની વાત છે શ્રાદ્ધ
ક્યારેક હતા આપણી સાથે, હવે છૂટી ગયાનો વલોપાત છે
પિતૃઓ સાથે શ્રદ્ધા, પ્રેમ અને યાદોનો જાણે અખાત છે,
પિતૃઓના ઋણને તો કેમ કરીને ચૂકવી શકે કોઈ ?
પિતૃ હતા એટલે આપણે છીએ, પિતૃ સામે ક્યાં કોઈની વિસાત છે,
કોઈ માને, કોઈ ના માને શ્રદ્ધા ભર્યા શ્રાદ્ધ ને
પિતૃઓના સદગુણોને કરવાના આત્મસાત છે,
એમને એમ નથી ચાલી આવતી શ્રદ્ધાની આ શૃંખલા
સમજી શકો તો શ્રાદ્ધ આપણા સંસ્કારોનું પારિજાત છે,
શ્રાદ્ધ છે આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું માધ્યમ
બાકી પિતૃના આશીષ તો આપણી સાથે દિવસ રાત છે.
