Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhumi Rathod

Abstract

4  

Bhumi Rathod

Abstract

એ મારું ગામ

એ મારું ગામ

1 min
361


શહેરનું માનવજીવન બદતર ભાસે;

ગામડાનું માનવજીવન જીવંત લાગે,

એ મારું ગામ !


શહેરમાં ઝઘડા-કંકાસના અપશબ્દો ડોલે;

ગામડામાં માયા-મમતાના મોજા ઊછળે,

એ મારું ગામ !


શહેરનો દેખાવ બનાવે માનવને મોહવંશ;

ગામડાની પ્રકૃતિ માનવને લાગે સૌંદર્યમય,

એ મારું ગામ !


શહેરોમાં છે અભિમાન-સ્વાર્થ દેખાય;

ગામડામાં દયાકેરી લાગણી છલકાય,

એ મારું ગામ. !


શહેરમાં એક રૂમમાં પણ વસ્તીનો છે અભાવ;

ગામના ચોરે, ગામના ઘરે-ઘરે વસ્તીનો છે પ્રભાવ,

એ મારું ગામ !


શહેરોમાં ન આગતા, ન સ્વાગતા ન મિજબાની;

ગામડા તો વારે તહેવારે ખેતરમાં થાય ઊજાણી,

એ મારું ગામ !


ન સહિયારો, ન પોતીકા સંબંધથી છે શહેર વેગળું;

ગામડામાં ઋણાનુબંધ છે વેગવંતુ,

 એ મારું ગામ !


શહેરમાં ન ઝાડ ન કેડી સુગંધ પ્લાસ્ટિકના ફૂલોની;

ગામમાં સુગંધ આવે ભીંજાયેલી માટીના મૂળોની,

એ મારું ગામ. !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract