STORYMIRROR

Sikandar Rauma

Abstract Tragedy

4  

Sikandar Rauma

Abstract Tragedy

લખી રહ્યો છું

લખી રહ્યો છું

1 min
142

નથી કોઈ વારસ મારૂં અહીં

રખડતાં ઢોર માફક ભટકી રહ્યો છું. 


કૂંપળે ખીલ્યો ડાળી પર ઝૂલ્યો, 

શુષ્ક પર્ણ માફક પરાણે લટકી રહ્યો છું.


છે દિશા નજર સમક્ષ છતાં,

ખોટાં વિચારોમાં જ અટકી રહ્યો છું.


નથી રહી મીઠાં બોલની મોહમાયા હવે,

કીડીની માફક હું મને જ ચટકી રહ્યો છું. 


દર્પણમાં જોઉં છું મુજને અને,

ખુદને જ કણાંની જેમ ખટકી રહ્યો છું.


બનાવું છું યોજનાઓ કઈક ભીતરમાં,

ને મનને જ હાથ તાળી દઈ છટકી રહ્યો છું.


હથેળીની રેખાઓ ઘસાઈ પરવારી,

ન છૂટકે કિસ્મત સ્વયં લખી રહ્યો છું.



Rate this content
Log in

Similar gujarati poem from Abstract