..તોય પસ્તાવો ક્યાં છે ?
..તોય પસ્તાવો ક્યાં છે ?
ખુદને ઈશ્વર સમજી મોટો થઈ ગયો
જાત ઈશ્વરે બતાવી ને ખોટો ઠરી ગયો,
તોય પસ્તાવો ક્યાં છે ?
વૃધ્ધાશ્રમની ઓરડીમાં બાપ મરી ગયો
ઘરની દીવાલમાં એકલો ફોટો રહી ગયો,
તોય પસ્તાવો ક્યાં છે ?
મર્યા પછી બાપનાં નામનું પરબ બંધાવતો,
જીવતે જીવ પાણીયારાનો લોટો તરસી ગયો,
તોય પસ્તાવો ક્યાં છે ?
માણસ ભણી ગણી ને સરવૈયું મેળવતો,
નફામાં ધન ને સંબંધોમાં તોટો પડી ગયો,
તોય પસ્તાવો ક્યાં છે ?
પૈસા જ બધું છે તેવા ડંફાસ હાંકતો,
શ્વાસ ન મળતાં અહમનો પરપોટો ફૂટી ગયો,
તોય પસ્તાવો ક્યાં છે ?