Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sikandar Rauma

Others

4  

Sikandar Rauma

Others

...... તોય પસ્તાવો ક્યાં છે?

...... તોય પસ્તાવો ક્યાં છે?

1 min
261


ખુદને ઈશ્વર સમજી મોટો થઈ ગયો

જાત ઈશ્વરે બતાવી ને ખોટો ઠરી ગયો.

.....................તોય પસ્તાવો ક્યાં છે ?


વૃધ્ધાશ્રમની ઓરડીમાં બાપ મરી ગયો

ઘરની દીવાલમાં એકલો ફોટો રહી ગયો.

.....................તોય પસ્તાવો ક્યાં છે ?


મર્યા પછી બાપનાં નામનું પરબ બંધાવતો,

જીવતે જીવ પાણીયારાનો લોટો તરસી ગયો.

.....................તોય પસ્તાવો ક્યાં છે ?


માણસ ભણી ગણી ને સરવૈયું મેળવતો,

નફામાં ધન ને સંબંધોમાં તોટો પડી ગયો.

................ તોય પસ્તાવો ક્યાં છે ?


પૈસા જ બધું છે તેવા ડંફાસ હાંકતો,

શ્વાસ ન મળતાં અહમનો પરપોટો ફૂટી ગયો. 

.....................તોય પસ્તાવો ક્યાં છે ?


Rate this content
Log in