STORYMIRROR

Sikandar Rauma

Thriller Others

4  

Sikandar Rauma

Thriller Others

તો ઠીક

તો ઠીક

1 min
186

શમણાંઓ સઘળા જાગી ગયા છે

ઊંઘ અસરદાર આવે તો ઠીક.


ઈચ્છાનું કત્લ સરેઆમ થઈ રહ્યું છે

સ્વબચાવમાં કટાર મળે તો ઠીક.


કલમ રોગી ને કાગળ બીમાર થયો છે

શબ્દ કોઈ સારવાર કરે તો ઠીક.


શમાઓ જલાવી ને ખુદ શમી ગયો છું 

 આફતાબની સવાર થાય તો ઠીક.


ઘણાંને હું કણાં માફક ખૂંચી ગયો છું 

મનેય કશુંક ધારદાર મળે તો ઠીક.


હવે આંગળીના ટેરવાં પણ થાક્યા છે

કરે કોઈ સંવાદ વિચારથી તો ઠીક.


Rate this content
Log in

Similar gujarati poem from Thriller