દિવાળી માં ફરતા લોકો..
દિવાળી માં ફરતા લોકો..
વિશ્વ પ્રવાસે નીકળ્યા લોકો….
ભાન ભુલીને ભટક્યા લોકો….
પ્રવાસ કરતા થાઈલેન્ડ પહોંચ્યા….
… પડોશીને ભૂલતા લોકો…
અર્થ માટે અમેરિકા ખેડતા…
વતન અહીં ભૂલતા લોકો….
ભણતર માટે વિદેશ જતા…
સગપણ અહીં નું ભૂલતા લોકો…
તહેવારો માં ઘેલછા બતાવતા…
ધર્મ નો મર્મ ભૂલતા લોકો…
દિવાળી માં બહારનો ઝગમગાટ જોઇ….
ઘેર અંધારુ કરતા લોકો….
ચાંદ પર પહોંચતા લોકો…
મેહુલ ને વિસરતા લોકો….
વિશ્વ પ્રવાસે નીકળ્યા લોકો….
ભાન ભુલીને ભટક્યા લોકો….
