છેતરી જશે
છેતરી જશે
પ્રથમ એ વાયદો કરશે અને ત્યાં છેતરી જાશે.
અહીં સંબંધ બંધાયો કે નજર સામે ફરી જાશે.
હતી મનસા સફળતા મેળવી આગળ વધું કાયમ,
મળી ઠોકર જરા, પગલાં ભરીને એ ડરી જાશે?
કસમ આપી નજર સામે પછી રાખી હતી એણે,
દરદ મનમાં ભરી હસતાં રહ્યાં'તા એ તરી જાશે.
ચમનમાં તો હતાં પુષ્પો ને ખિલખિલાટ હસતાં 'તા,
નજર લાગી હતી પાપી જ આત્માની, ખરી જાશે,
ચરણસ્પર્શી કરે વંદન છતાં લાગે અહીં અપમાન,
નથી દિલમાં હવે સન્માન બાકી એ કરી જાશે.