STORYMIRROR

Kiran piyush shah "kajal"

Drama

3  

Kiran piyush shah "kajal"

Drama

ફરે છે

ફરે છે

1 min
19

તું જ છે વિશ્વાસ સાથે દ્વાર ખોલીને ઠરે છે, 

કેટલી આશા અહીં, ખોટી પડી બોલી ડરે છે, 


સાવ સ્હેલું કામ સોંપેલું છતાં પૂર્ણ થતું નહિ

લોકનિંદા સાંભળીને એ નકામો ત્યાં મરે છે, 


શ્વાસ લઈને દોડવાનું જિંદગીએ શિખવાડ્યું,

ધ્યેય નક્કી છે નિશાની ખાસ મૂકીને ફરે છે,


જાણકારી મેળવીને લાભ ઉઠાવ્યો ઘણોયે,

જોઈ બરબાદી એ પશ્ચાતાપથી રડતો ભરે છે, 


આંખ પરથી ઓળખી જાણી ગયા મન, એટલે તો, 

ભેદ ભંડારી દે ભીતર બોલતાં, આવ્યાં ઘરે છે,


આઈનામાં કેશ પરનો રંગ જોઈને મનોમન, 

એ ક્ષણે ત્યાં યાદ પ્રિતમને કરી આહે ભરે છે,


કેમ એકલતા ઘણી ડંખી રહીં સમજાય જાતાં,

વેદના ત્યાં આપમેળે ગાલ પરથી જો સરે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama