STORYMIRROR

Kiran piyush shah "kajal"

Romance

3  

Kiran piyush shah "kajal"

Romance

છે

છે

1 min
175

ઈચ્છા થકી જીવન ફરીથી લાજવાબ છે,

આભાર ઈશ્વરનો કહીં આપ્યું ગુલાબ છે, 


આભાસી નૈ આપી ખુશી સાચુકલી અહીં,

આંખો ઉઘાડી જો હવે સાચે કે ખ્વાબ છે ?


મૂંઝાય મન કોને કહું સમજાય પણ નહીં,

ત્યાં હાથ પકડી બેસ બોલે, શું રુવાબ છે,


આકાર સપનાંનો ઘણો મોટો હતો છતાં,

કાગળ ઉપર હળવે રહી મૂક્યું, જવાબ છે ?


ચહેરો સદા ઢાંકી ફરે, ઓળખ નયન થકી,

વાંચી શકો વાંચો તમે હૈયું કિતાબ છે,


તારણ અહીં ક્યારે મળે કહેવાય તો નહીં,

મોં પર અહીં સૌના નવા, સારાં નકાબ છે,


હા પ્રેમ છે બોલી જતાવી પણ શકો તમે,

શબ્દો ગણી કરશે રજૂઆતો હિસાબ છે ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance