Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rahul Sakariya

Romance

4  

Rahul Sakariya

Romance

એક કુંવારી રાત હતી

એક કુંવારી રાત હતી

1 min
13.2K

એક કુંવારી રાત હતી, મિલનની એ રાત હતી,

ઊતરી હતી આશમાનમાંથી ગુલાબી પરી એને પણ મને મળવાની પ્યાસ હતી,

ફરી એ એકલો બાંકડો, નદીનો કિનારો, ઊગતી સાંજ ને મંદ મંદ લહેરાતા પવનની રાત હતી,

ખોવાયેલા રાધાના મોતિને શોધવા કાના એ ખૂંદી વળેલા વૃંદાવનની એ રાત હતી,

ભમરાને પુષ્પોની બાહોમાં દમ તોડવા ઢળતા સૂરજની રાહ હતી,

અમાસની રાતે સોળેકળા એ સજીને ધરા પર અમારો ચાંદ આવવાની રાત હતી,

સ્વપ્નાંના વાદળ માંથી અરમાનોનો વરસાદ થશે એ વરસાદી રાત હતી,

ભીંજાય વગર પલળી ગયા, અડક્યા વગર થર-થરી ગયા એના પ્રેમના સાગરમાં તણાવાની રાત હતી.

Rate this content
Log in

Similar gujarati poem from Romance