પ્રેમની ઉજાણી
પ્રેમની ઉજાણી


અરરરર...
આંખોમાંથી કેમ રે નીકળે પાણી...
કોઈ સમૂળા સંવેદનમાં કેમ કરી વીંટાણી...
કાં તો કરતાં પ્રેમનગરમાં એની સૌ ઉજાણી...
અરરરર... અરરરર...
રાતે સપનું આવ્યું ત્યાં તો,
ચપચપ આંખો બંધ - બંધ
છીંડુ દેખી કિરણ નીકળે ,
ના નીકળે કોઈ ઋણ સંબંધ
અરરરર...
બંધ આંખથી નીકળે કેમ કરીને વાણી...
શામળિયાનો પ્રેમ છલોછલ હમણાં જાશે તાણી...
પછી પછી તો મોરપીંછના રંગોમાં ઉભરાણી...
અરરરર... અરરરર...
દુઃખના દહાડા હોય ભલેને
હોઠ ભીડોભીડ રાખું
આવન - જાવન કરતા
શબ્દો કાળજ ચીતરી નાખું
અરરરર...
મન આખામાં ભીંત નથી સમજાણી...
હરિ તમોને એમ જ શું પરમાણી...
હરિ તમારા પ્રેમલ રંગે કેવી રે રંગાણી...
અરરરર... અરરરર...