STORYMIRROR

Harshida Dipak

Romance

3  

Harshida Dipak

Romance

હરિ

હરિ

1 min
23.4K


હરિ

ગઈ રાતે સપનામાં

આવી ગયા તમે


ને ... મેં ...

આંખોને કચકચાવીને

કરી દીધી બંધ ,


કારણ

એ મીઠી મીઠી વાતો ,

એ મીઠેરો સ્પર્શ


એ મધમીઠો ટહુકો ,

આંખ ખોલતાજ

ઉડી જશે તો ?,


અને

સૂરજના સોનેરી

કિરણો પથરાણા ને

આંખ ખુલી તો


મારા હાથમાં હતું ,

તમારા નામનું

સતરંગી

મોરપીંછ .


Rate this content
Log in

Similar gujarati poem from Romance