STORYMIRROR

Raj Nakum ( ઘાયલ )

Inspirational Romance

2.5  

Raj Nakum ( ઘાયલ )

Inspirational Romance

લખી દઉં

લખી દઉં

1 min
28.4K


લાવ તને સોગાત લખી દઉં

મનગમતી બે વાત લખી દઉં,

ડૂબે સૂરજ અંજવાળું લઈ

સોનલ વરણી રાત લખી દઉં.


જાણી લીધા સપના તારા

આંખો ની રજૂઆત લખી દઉં,

તારી આંખ નજરાણું છે તારી સુરતનું

આવ તારા કાજલ થી તારું નામ લખી દઉં.


રંગ તને ગમશે તે લઈ લે

મેઘધનુષ ના સાત રંગ લખી દઉં,

આવાજથી કોયલ છે તું

તારા રાગનું હું એક ગીત લખી દઉં.


આ બળબળતા ઉનાળાના તાપમાં

માવઠા કેરો વરસાદ લખી દઉં,

રળિયામણી રાત્રી ના ચાંદ ને

તારા નામ કેરી ચાંદની લખી દઉં.


તારા દિલના એક ધબકારથી

ચાલ હું એક કવિતા લખી દઉં,

આપ ઇજાજત આપો તો

તમારા દિલ માં મારુ નામ લખી દઉં.       


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational