શું આ શક્ય છે ?
શું આ શક્ય છે ?


સાસ વહુ જો ઝગડે તો હું બંનેને ધમકાવું,
બંને જો ના માને, મો પર બેન્ડેડ હું લગાવું,
શું આ શક્ય છે ?
ઘરવાળીને એક વરસ, પિયર હું મૂકી આઉ,
મમ્મીને યાત્રા મોકલી, એકલો લ્હેર મનાવું.
શું આ શક્ય છે ?
હું સિરિયલો પર બૅન લગાવું, શું આ શક્ય છે ?
હું ડાયરેકટરને જેલ કરાઉ, શું આ શક્ય છે ?
હું હર ઘરમાં શાંતિ ફેલાવું, શું આ શક્ય છે ?
ગાડી મારી પેટ્રોલ નહીં, પાણીથી ચલાઉ,
ફૂંક મારીને પંખો ફેરવું, દિવડે લાઈટ જલાવું,
શું આ શક્ય છે ?
સાયકલ ઉપર નેતા ને અભિનેતાને ઘુમાવું,
હું ધુમાડા પર ટેક્સ લગાવું, શું આ શક્ય છે ?
શું આ શક્ય છે ?
ઝડપ તોડે એને જેલ કરાવું, શું આ શક્ય છે ?
હું કાયદા ઘડી ઇંધણ બચાઉ શું આ શક્ય છે ?
શું આ શક્ય છે ?
ભ્રષ્ટચારી નેતાને શોધી, ઊંધો હું લટકાવું,
આવતા જતા લોકો પાસે ટપલીદાવ કરાવું,
શું આ શક્ય છે ?
કાળું મો કરીને એને ગધેડાની સેર કરાવું.
હું નેતા બનવા પરીક્ષા લાવું,
શું આ શક્ય છે ?
હું ચૂંટણી પ્રથાને બંધ કરાવું,
હું પક્ષાપક્ષી બંધ કરાવું,
શું આ શક્ય છે ?
વ્યસન કરે એના પાછળ કૂતરા હું દોડાવું,
વ્યસન વેચનારને પકડી હું જાહેરમાં ફટકારું
શું આ શક્ય છે ?
નિર્વ્યસની બનાવી એમને રોગોથી બચાવું.
હું વ્યસનીને વોન્ટેડ બનાવું,
શું આ શક્ય છે ?
લાખોના એમને દંડ ફટકારું,
વ્યસન ભગાડી દેશ બચાવું,
શું આ શક્ય છે ?
પ્રેમ કરું ઇન્સ્ટોલ અને ઈર્ષા ડીલીટ કરાવું,
સુખને ઍડ કરાવી હું દુઃખડા રિમુવ કરાવું,
શું આ શક્ય છે ?
મારું ચાલે તો મોબાઈલ જાહેરમાં સળગાવું.
હું કલિયુગને સતયુગ બનાવું,
શું આ શક્ય છે ?
હું હરેકમાં માનવતા જગાવું,
હું દુનિયા જીવવા લાયક બનાવું,
શું આ શક્ય છે ?