STORYMIRROR

Chirag Padhya

Drama Romance

4  

Chirag Padhya

Drama Romance

નજર

નજર

1 min
289

નજરથી નજર મળી શરમાય છે નજર,

દિલની વાત કહ્યા વગર જતાવે નજર.


હોય જો સામે તું તો ચુરાવે છે નજર,

ના હોય તું તો સદા તને શોધતી નજર.


પહેલા પ્રેમની મીઠી યાદ કરાવે નજર,

અશ્રુભીની આંખે પ્રેમ ટપકાવે નજર.


પ્રેમની મદિરાના જામ છલકાવે નજર,

ક્યાંક ઈશારાથી દુનિયા બતાવે નજર.


કાંટા નથી બિછાવ્યા કોઈની રાહે ભદ્રા,

છતાં નજરોમાં એના ખટકે અમ નજર.


કહે ચિરાગ બંધ કરો આ રમત નજરની,

હરઘડી ક્યાં એક નજારો બતાવે નજર?


Rate this content
Log in

Similar gujarati poem from Drama