STORYMIRROR

Chirag Padhya

Drama

4  

Chirag Padhya

Drama

મૌન

મૌન

1 min
220

છે મૌન ભાષા શબ્દની, સમજે તું એ વાણી નથી.

ટુકડો બરફનો છે કઠણ, વહેતુ જતું પાણી નથી.


જો કેટલી યાદો પડી છે, અંતરે ના જાણતો,

ભૂલી ગયા જે કાલમાં, કોઈ હું એ કહાણી નથી.


પરદો કરે એ જૂઠ પર, હું ક્યાં કશું સંતાડતો !

છે સત્ય જો સામે હવે, મેં ઘૂંઘટી તાણી નથી.


જીવન મહીં રસ્તા ઘણા, ખુલ્યા અમારી રાહમાં,

ચાલ્યો ગયો જે રાહ પર, ત્યાં મોજ મેં માણી નથી.


લુચ્ચું કરે છે હાસ્ય એ, ભોળો બન્યો ભદ્રા તહીં,

શું છે છુપાઈ અંતરે, એ વાત મેં જાણી નથી.  


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama