વેદના
વેદના




દીકરી તારા પાનેતરને જોઈ થઈ વેદના,
પારણે ઝૂલતી દીકરી ક્યારે મોટી થઈ.
પાપા પાપાના નાદથી દોડતી ગલીઓમાં,
બાળપણ વટાવી બેટી ક્યારે સયાની થઈ.
સફેદ પાનેતરમા શોભશે મારી લાડલી,
વિદાયની આ વેદના ક્યારે જાગૃત થઈ.
પ્રીતનું એ પારણું છોડી જાશે એકલું,
કલરવ કરતી કોયલડી ક્યારે ઉડી ગઈ.
પાનેતરના પાનમાં લાગશે નમણી નાર,
વ્હાલનો દરિયો છોડી ક્યારે કિનારે ગઈ.
છે 'ચિરાગ' હદયમાં બે ઘર તું ઉજાળજે,
વિદાયની વેદનાએ થાપણ પારકી થઈ.