વતન
વતન
ભારત મારો દેશ છે, આ દેશ છે મહાન,
કરીશું રક્ષા એ વતન, ચાહે જાય અમારી જાન.
કદીના ઘટવા દઈશું મારા દેશની શાન,
મંદિર મસ્જિદ દેવાળોના ધનથી છે ધનવાન,
તહેવારોના ભક્તિ પ્રેમમાં શોભે છે અમ માન.
એકતાના દર્શન કરી દુનિયા કરે સલામ,
સમૃદ્ધિનો અદભુત વારસો દુનિયા કરે વખાણ,
અણુશક્તિના સાહસથી બની ગયા બળવાન,
છતાં શાંતિનો સાથ ના છોડ્યો વિશ્વ કરે સન્માન.
ભારત મારો દેશ છે, આ દેશ છે મહાન,
કરીશું રક્ષા એ વતન, ચાહે જાય અમારી જાન.