આંસુ
આંસુ


આંસુ પહોંચ્યા છે કિનારે, કોણ જાણે આજ એ !
ને આંખ મારી શું નિતારે ? કોણ જાણે આજ એ !
કિંમત નથી એને હવે તો, ટપકતી એ આંખની,
પાંપણ ટકે કોના સહારે, કોણ જાણે આજ એ !
એ દ્વિમુખી જે રંગ બદલી, નાખતો સંજોગમાં,
ચ્હેરો મુખોટો છે ઉતારે, કોણ જાણે આજ એ !
નફરત ઘણી કરતી મને, થોડો ઘણો અણસાર ના,
ના પ્રેમ છે એને લગારે, કોણ જાણે આજ એ !
રચના રચી યાદો સહારે, વેદના છે શબ્દમાં,
ક્હેતો ગઝલ હું એજ સારે, કોણ જાણે આજ એ !
ભૂલી ગયા એ રાતને, જેને કર્યા ભદ્રા દુ:ખી,
બનશે શું ઉગતી એ સવારે, કોણ જાણે આજ એ !