એક દીપના અજવાળે
એક દીપના અજવાળે
દૂર જલતા એક દીપના અજવાળે,
હું સોનેરી સવાર સમી ખીલી હતી,
ઊંચે ઉડતી એ પ્રેમરૂપી વાદળીને,
મેં પાલવનો પટારો કરી ઝીલી હતી,
બાંધી હતી અમે ઘણા હેતથી જેને,
એ હ્રદય-દોરની તો ગાંઠ ઢીલી હતી,
પાનખરમાં ખરી પડી એકલી અટૂલી,
એ પાંદડી પ્રીતની હજુય લીલી હતી,
મૂક પ્રેક્ષક બની હું માણતી રહી કેમ,
કેમ કે આ તો વાત પ્રેમની પે'લી હતી,
ભટકતી આમ તેમ મૃગજળ પાછળ,
આ તૃષ્ણા એ તો અમથી ખાલી હતી,
કેમ કરીને ભૂલશે વાંચીને શબ્દો મારા,
હરખે અંતે મારી બે હાથે તાલી હતી.