પ્રેમ જેવું...
પ્રેમ જેવું...
વહેલી સવારે સાંભળવા મળતા,
પક્ષીઓના કવન જેવું,
તો ક્યારેક આથમતા સૂરજના,
આખરી તેજ સમી સંધ્યા જેવું,
અમારીય વચ્ચે હતું કંઈક પ્રેમ જેવું.
દરિયા કિનારે પથરાયેલી રેત જેવું,
તો ક્યારેક,
વહેતી નદીની સાથે વહેતા તણખલા જેવું,
અમારીય વચ્ચે હતું કંઈક પ્રેમ જેવું.
અશ્રુ ખારા હોય છે એમ બોલતાં હોઠ જેવું
તો ક્યારેક
બાળકના કપાળે માતાએ કરેલા ચુંબન જેવું
અમારીય વચ્ચે હતું કંઈક પ્રેમ જેવું.
કબર એ ચઢાવેલા પુષ્પોથી મહેકતા સ્મશાન જેવું
તો ક્યારેક
ઘણાં મકાનોની વચ્ચે ખંડેર થઈ ગયેલા મહેલ જેવું
અમારીય વચ્ચે હતું કંઈક પ્રેમ જેવું.