નફરત
નફરત
ન ચઢે લોકજીભે મારા પ્રેમની વાત
ન દેખાય મારા મોઢે એમનો સંતાપ,
તેથી બધાને હું કહેતી ફરુ છું
એ માણસને હું નફરત કરું છું,
ભલે ને હોય ભીતર ભાવ અમાપ
છતાં ભૂલવા એમને કરું હું જાપ,
ભગવાનને પણ કહેતી રહું છું
એ માણસને હું નફરત કરું છું,
વિતાવુ હું જાગતી આંખોમાં રાત
ન રહે ભાન તો કહું સુંઘી ગ્યો સાપ,
જીવન જેનું જેના પર મરુ છું
એ માણસને હું નફરત કરું છું.