તમારા ગયા પછી
તમારા ગયા પછી


ઘરમાં લાગે બધું શૂન-સાન, તમારા ગયા પછી!
અકળાઇ રહ્યો હું તો આજ, તમારા ગયા પછી!
પથારીમાં પડતાં, ઊંઘ મને જે આવતી'તી,
ગઈ ઊડી કોણ જાણે આજ, તમારા ગયા પછી!
બપોરની નીંદ્રા પછી, ચા મસાલા મળતી'તી,
ન શીખ્યાના થયા બેહાલ, તમારા ગયા પછી!
મળે વાનગીઓ તો બહું, મિત્રોના ત્યાં ખાવા,
રહ્યો નથી રસોઇનો સ્વાદ, તમારા ગયા પછી!
પી લઉં છું બિયર ઘેર આવી કદી દફ્તરથી,
થતી નથી નશાની અસર, તમારા ગયા પછી!
સમજાઇ નહિ વાત બધી તમારી મને વર્ષોથી,
ઉતરી ગઇ હવે ગળે વાત, તમારા ગયા પછી.
ભલેને બોલતા લોકો, થઇ ગયો પાગલ ‘ચમન’
સમજાઇ મને સ્નેહની વાત, તમારા ગયા પછી!