STORYMIRROR

Chiman Patel

Inspirational Tragedy Comedy

4  

Chiman Patel

Inspirational Tragedy Comedy

તમારા થયા પછી!

તમારા થયા પછી!

1 min
26.1K


સીવાઈ ગયું છે મોં મારું, તમારા થયા પછી!

ઝૂકાવ્યું છે મસ્તક તો મારું, તમારા થયા પછી!

હુક્કમ ના કરો તમે બધાની વચ્ચે મારા પર,

પડતો બોલ હું તો ઉપાડું, તમારા થયા પછી!

ચેક મૂકું છું કમાણીનો તમારા હાથમાં હું તોયે,

ડીસો ધોવાનું કામ છે મારું, તમારા થયા પછી!

છોડી દીધા સ્વજનોને મેં તમને મેળવવા માટે,

કોઈ નથી રહ્યું સગું સારું, તમારા થયા પછી!

પરણ્યા પછી પસ્તાવવાની નો’તી ખબર મને!

જીવન મારું લાગે છે ખારું, તમારા થયા પછી!

બોલ ઝીલે છે મારા કર્મચારીઓ તો ઓફિસમાં.

ઘાંટા ઘરમાં કેમનો પાડું, તમારા થયા પછી!

હાથ ઉપાડી્ દેખાડી શકું તમને ઘરમાં કદિક,

ચીલો હવે શું કામ પાડું, તમારા થયા પછી!

વાતો થાય તમારી તો ગામમાં ખૂબ ‘ચમન’,

મોં પર કેમ માર્યું મેં તાળું, તમારા થયા પછી!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational