પ્રિતનું સુખ રે!
પ્રિતનું સુખ રે!
તારું મલકતું રૂપાળું મુખ રે!
નિત નિત એને નિરખું તોયે-
ન જોયાનું થાય મને દુઃખ રે!
તારું મલકંતું રૂપાળું મુખ રે!
પલક પલક થતી પાંપણે તું,
વીંઝી રહી છે વીંજણો હેમનો.
પ્રેમના પ્રસ્વેદ પર થતી એની,
અસર, સમજાવું હું કેમનો?
કામણગારી કીકીને કાંઠડે બેસી;
સંતોષવી મારે હૈયાની ભૂખ રે!
તારું મલકંતું રૂપાળું મુખ રે!
સ્મિત છલકાવીને તું તો.
મૂંઝવણમાં મૂકી દેતી મને,
જાય દિવસ વિચારોમાં તારાને.
રાતે સોલણામાં લપેટી લેતી!
મન મંદિરમાં મૂકીશ વહેતું.
પ્રિતનું ક્યારે તું સુખ રે!
તારું મલકતું રૂપાળું મુખ રે!

