સાચવી બેઠા છે
સાચવી બેઠા છે
બધા વાદળોને વળાવી બેઠા છે,
વરસાદની આશા ફગાવી બેઠા છે,
અષાઢને શ્રવણ ભરપૂર થયો છતાં,
આંખોમાં સુકારો લગાવી બેઠા છે,
નહીં આવે તો તને સાગરની આણ,
ધરતીની તૃષ્ણાને ધખાવી બેઠા છે,
સનમ ભીંજાય છે ભીની મોસમમાં,
ને અમે અહીં આગ લગાવી બેઠા છે,
ભીનાશને શું સાચવું હૃદયમાં 'બારીશ',
ખુદ ચોમાસું હૃદયમાં સાચવી બેઠા છે.

