નહીં હવે
નહીં હવે
પ્રતિક્ષાના પળો વિખરાશે નહીં હવે,
જિંદગીની સ્તબ્ધતા જતાવાશે નહીં હવે.
પરસ્પરના સંબંધો કિનારે અનામ રહ્યા ને,
અધરો પર એમના નામ ઘૂંટાશે નહીં હવે.
હાસ્યની છોળો મહેફિલમાં ઉડશે સુરાહીએ;
લાગણીના ક્ષણિક જામ પીવાશે નહીં હવે.
મૌનની ઊની લિપીઓના શાંત ઝરૂખેથી,
ભીની પાંપણે વધુ ફના થવાશે નહીં હવે.
અધૂરી પ્રીતની ગઝલમાં વ્યથાના છાના દર્દો,
મિલનની ગ્રીષી રાતોમાં એ લખાશે નહીં હવે!