STORYMIRROR

Falguni Parikh

Tragedy

3  

Falguni Parikh

Tragedy

ઉત્ખનન

ઉત્ખનન

1 min
659


બેરૂખીભર્યા એ વલણોથી પરેશાન છું

ખાલીપણાના સંભાવનાથી હેરાન છું,


જડવત ગુજારાય છે આ જિંદગી હવે

તૂટેલા અસ્તિત્વનો બની હું સામાન છું,


મનમાં ઘૂંટેલ નામના મીંડા થયા લથબથ

બૃહદ અવદશાનું આલેખાયેલુ મનન છું,


પડછાયો માર્ગ છોડી નથી શકતો મારો

થીજેલા સંબંધોના અવશેષોનુ તૂફાન છું,


હદપાર થયેલા સ્વપ્નાઓ અજંપાની પોઠે

ગરક, તર્કોના ઢૂવામા કરાયેલું ઉત્ખનન છું !!!




Rate this content
Log in

Similar gujarati poem from Tragedy