સ્પંદન
સ્પંદન
1 min
13.4K
સ્હેજ નજદીક આવ દિલ ધડકાય છે
સ્પંદનો ધબકાર થઈ અથડાય છે,
પ્રીતની ગહેરાઈ ભૂલાઇ ગઇ
મન છતાં સુગંધથી મ્હેકાય છે,
આગમનની લ્હેરખી આવી રહી
તારી યાદો કેટલી રંગાય છે,
તું ક્ષણો બરબાદ ના કર આ રીતે
એક ક્ષણમાં જિંદગી બદલાય છે,
અહીં પ્રહારોથી ક્ષણો વિતે અને
આ ફલક ઊંડાણે આલેખાય છે !
