વજુદ
વજુદ
1 min
531
પડછયાના પ્રતિબિંબને ક્યારે પહેર્યો ખબર નથી,
અંધકારના ટુકડાએ મને ક્યારે વેર્યો ખબર નથી.
દિલની સંવેદનાઓ કરે છે હજારો તણખાઓને,
ચટ્ટાનો જેવા સવાલોએ ક્યારે ઘેર્યો ખબર નથી.
રોજ ઉદય થાય છે, રોજ અસ્ત થાય છે તૃષ્ણાઓ,
સ્વપ્નોના ધૂમાડામાં અર્થ ક્યારે ઉછેર્યો ખબર નથી.
તરવું હતું ખાબોચિયું નર્યા અંધકારનું એક વખત,
પારદર્શકતાએ કેદ કરી ક્યારે વિખેર્યો ખબર નથી.
તર્કોના તળાવમાં ડૂબતું રહ્યું વજુદ મારું મ્હોરૂ બની,
મૃત્યુના દર્પણે બેનરો બની ક્યારે ચિતર્યો ખબર નથી !