હિસાબી
હિસાબી
1 min
13.1K
ઉમંગો અમારા ગુલાબી હતા
શબદ એ નજરના શરાબી હતા,
કિરમજી બન્યા સ્વપ્ન લાખો ગઝલ
સમર્પણ દિલોના નવાબી હતા,
કરે સ્પર્શ અધરે રહી ઝંખના
અદીઠાં વચન કૈ જવાબી હતા,
ભરમથી ભરેલી વિયોગી ક્ષણો
અધૂરા પયૉયો કિતાબી હતા,
પિપાસા અમારી તમાશો બની
અરે ! એ અહં બે હિસાબી હતા !
