Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Falguni Parikh

Others

5.0  

Falguni Parikh

Others

વિષય

વિષય

1 min
256


તરંગી કામનાઓના પીંડ બનવાનો વિષય છે,

ભ્રમણાના ચાકડા પર જાળા થવાનો વિષય છે.


સર્વથા, ઓળખ નથી એ પીડાની અંકાયેલી અને,

આંગળીના સ્પર્શના સરનામા લખવાનો વિષય છે.


ક્ષણભંગુરતાને મૌનની સભામાં ચર્ચાનો વિકલ્પ રચી,

સંશયના પ્રશ્નોના ઉઝરડા કેવા,એ જોવાનો વિષય છે.


ઈચ્છાના ઘૂઘવાટે ઉભરાતી લહેરોમાં ખુદને ડૂબાડીને,

આશા-શૂળે પોકળ જિંદગી જીવવી,પોતાનો વિષય છે.


હયાતી, ઘડી- બેઘડીની ઝળહળે બધાની અને તૂટે છે.

અર્થના પહેરણે ઘૂંટેલ ખાલીપણું,એ બધાનો વિષય છે !


Rate this content
Log in