પ્રિત
પ્રિત
1 min
13.5K
રાતો રંગ પ્રેમનો પુષ્પોની એ મ્હેંક
ટહુકારા મીઠા-મધના હ્રદય કુંજે
ઝુલતી સંવેદનાઓ વસંત
શિલ્પી છો તમે એ ધડકનોના
પ્રણયના તરવરાટે કેટલીય
ગૂફતેગુ કરતી મૂક વસંત
સ્નેહની સરિતામાં નયનોના
નૂર-સત્કારે લાગણીઓને
ભાવનાનો પ્રયાસ વસંત
ખુદનું અસ્તિત્વ મીટાવી
ઐકયના સમર્પણનું બિંબ
પૂર્ણ છતા અધૂરું વસંત
લીપિઓની ભાષા ના ઉકલી
બેઠી લખવા ગઝલ પ્રિતની
સમયના તરજુમાની વસંત