મધુરજની પછીની ડાર્લિંગ સવાર
મધુરજની પછીની ડાર્લિંગ સવાર


એય સાંભળ,
તારી મુસ્કુરાહટ તો મને મારી નાખે છે, ડાર્લિંગ!
સવાર ઊગે ને તું લાલ ગુલાબ લાવે સાથે,
ગુલાબી ગાલ પર સુરખી ફેલાવે.
લાલ ગુલાબ જેમ ઊઘડું-ઊઘડું થતાં તારા અધર સાથેની..
મુસ્કુરાહટ તો મને મારી નાખે છે, ડાર્લિંગ...
સવાર ઊગે ને તું ભીના કેશે વાછંટ લાવે સાથે,
આંખોમાં તોફાની દરિયો છલકાવે.
લહેરો જેમ તરંગિત થતી તારી આંગળીઓ સાથેની...
મુસ્કુરાહટ તો મને મારી નાખે છે, ડાર્લિંગ!
સવાર ઊગે ને તું રણઝણતું સંગીત લાવે સાથે,
જિંદગીની સિતારના સૂર રેલાવે.
નર્તન કરતી તારી શરારતી પાયલ સાથેની...
મુસ્કુરાહટ તો મને મારી નાખે છે, ડાર્લિંગ!
પણ, એક ખાનગી વાત આજે જાહેરમાં કહું?
એ મુસ્કુરાહટ જ આ ડાર્લિંગને જીવાડે છે, ડાર્લિંગ!