સંસ્કાર
સંસ્કાર

1 min

550
કોઈ માણસ સીડી બતાવે જોઈને ચઢજે,
માણસ માણસમાં ફેર પગથિયાં જોઈ ગણજે.
ઈમારત બનાવતા પહેલા પાયો મજબૂત ભરજે,
પછી ચણવા હોય એટલા ઓરડાઓ તું ચણજે.
તારા વિષય જ નહિ સમાજના રિવાજ જાણજે,
જ્યાં જેવી પ્રથાઓ ત્યાં તેવો શિરસ્તો રાખજે.
ઘણા હશે ગણતરી કરનારા તેનું ગણિત ગણજે,
દુર્જનો દૂર રાખી સ્વજન, સજ્જન સંગ કરજે.
છે ભારતીનો લાલ સંસ્કાર, સારી શિક્ષા ભણજે,
બની જા સુગંધી પુષ્પ ને સૌમાં સુગંધ તું ભરજે.
બની જા સદા બસંત બહાર પાનખર ના બનજે,
બની જા અંધજનોની લાકડી અને રસ્તે દોરજે.
ભરી લે પુણ્યનું ભાથું "ભૂદેવ"મુક્તિધામ ચાલજે,
પોઢજે કાષ્ઠ શૈયામાં તું બે ગજની સોડ તાણજે.