મળી છે આઝાદી
મળી છે આઝાદી
આઝાદી માટે લડ્યાં આઝાદ
આઝાદી માટે પડ્યાં આઝાદ
હતું ઝનૂન જેમના જીસ્મોમાં
મા ભોમ માટે મર્યા આઝાદ,
તમારા હવાલે વતન સાથીઓ,
કહી ગગન માર્ગે ચાલ્યા આઝાદ,
આઝાદીની અલખ જગાડી,
જનજનમાં ફાંસીના માચડે ઝૂલ્યા આઝાદ,
આઝાદી કંઈ એમ જ નથી મળી,
સુતરનાં તાંતણે અહિંસા માર્ગે,
ભગત હોય રાજગુરુ કે સુખદેવ,
હસતા હસતા ફાંસીના માકડે ચડ્યા આઝાદ
ત્યારે મળી છે આઝાદી આઝાદ
ત્યારે મળી છે આઝાદી આઝાદ.