હનુમાન જન્મ
હનુમાન જન્મ
1 min
177
હતી અયોધ્યા નામે નગરી
દશરથ ચલાવતા શાસન એકચક્રી
હતી તેમને ત્રણ ત્રણ રાણી
કૌસલ્યા, સુમિત્રા, કૈકય
પણ રાજા સંતાનને તરસે
સખ્ત રાજા છાનાં છાનાં વરસે
ગુરુ વસિષ્ઠ બોલે
રાજા પુત્રેષ્ઠી યજ્ઞ કર
એ રીતે પોતાની ઈચ્છા પૂર્ણ કર
દશરથને યજ્ઞ કરવાયા
અગ્ની દેવ પ્રગટ થયા
હાથમાં સાથમાં ખીર લાવ્યા
રાજાને ખીર વહેચી
માનીતી રાણી કૈકય રીસાણી
એટલામાં ખીર એની
લઈ બાજ ઉડી
કરતી હતી મા અજની
સૂર્ય પૂજા પ્રભાતે
બાજ પાસે બાજ આવી
બાજ બાજ વચ્ચે લડાઈ જામી
લડાઈ લડાઈમાં ગઈ ખીર પડી
પડી પણ ક્યાં અંજનીની અંજલીમાં
મા અંજની આરોગી ગઈ
એ ખીરના પ્રતાપે
જન્મયા હનુમાન
છે આ હકિકત
નથી પૌરાણિક કથા
